નવા બ્લોગ અંગેની કેફીયત દર્શાવતો ‘અર્પણ-પત્ર’.
સ્નેહી શ્રી ઉત્તમભાઈ,શ્રી સુરેશભાઈ,
આજે આ મારા નવા બ્લોગ ” પત્રમ્ પુષ્પમ્ “ના આરંભના પત્રમાં જ મેં આપ બંનેને સંબોધન કરીને પત્રની જુની શૈલી અપનાવી જણાય છે, પણ આજે જે હેતુસર આ લખી રહ્યો છું તેમાં આપ બંનેને અલગ રાખી શકતો નથી એટલે બંનેને સાથે જ રાખ્યા છે !
આ પત્ર મારા બ્લોગજગતના એક નવા કાર્યના ઉદ્ઘાટનના ભાગ રુપે હોઈ બ્લોગ-ગુરુ સુરેશભાઈને તથા ઉત્તમભાઈ કે જેઓ મને ગુજરાતીમાં લખતો કરનાર અને ભાષા સાથે સંકળાયેલી અનેક બાબતોને પ્રગટ કરવા માટે માર્ગદર્શક સીદ્ધાંતો સમજાવનાર ગુરુજી છે, તેમને આ પત્ર દ્વારા મારો આ નવા બ્લોગ અર્પણ કરું છું !
આજે યાદ આવે છે તા.13મી ઑક્ટૉબર, 2006નો એ દીવસ. તે દીવસે મેં સુરેશભાઈને મારો મેઈલ મોકલ્યો હતો. એ મેઈલ વીજયા ફોન્ટ્સમાં હતો જે એમને વંચાયો ન હતો ! વળતાં જ એમનો જવાબ એ જ દીવસે મળ્યો, જેમાં લખ્યું હતું,…!! “Can’t read, even with Vijaya font.”
તરત જ બીજો પત્ર મેં અંગ્રેજીમાં લખ્યો હતો. એ પત્ર પણ યાદ રહી જાય એવો હતો ! મેં પહેલા જ પરીચયે મેં એમના બ્લોગની મુલાકાત લઈને જીવનમાં બ્લોગજગતને જોવાનો અવનવીન રોમાંચક અનુભવ કર્યો હતો…. પણ માસ્તરજીવ સખણો ન રહી શકેલો અને એ પત્રમાં એમના બ્લોગ પરની એક ભુલ મેં બતાવી દીધેલી, આરંભમાં જ !!
સુરેશભાઈ ! પ્રથમ જ મુલાકાતે મેં ભુલ બતાવવાની ભુલ કરી છતાં આપે મને કેવું સરસ લખાણ મોકલ્યું ?! વાંચો, તા.13-10-06નાં એ વાક્યો : Thank you very much. I like precision and there are very few like you, who are so meticulous. Please point out in future also, wherever you find that corrections are necessary.
I shall be glad to be in touch with you on this subject of mutual interest.
પછી તો તરત જ જાણે ભાઈબંધી લાગી ગઈ ! એક જ દીવસે મેં આપને ચાર પત્રો લખ્યા અને આપે પણ એ જ તારીખે કુલ છ પત્રો લખી નાખ્યા !!
ઉત્તમભાઈ, આપ તો મારા નૅટ-પ્રવેશના પ્રથમ જ વાચક બન્યા હતા ! બ્રોડબેન્ડ સાથે કોમ્પ્યુટરનું જોડાણ થતાં જ મેં વીશ્વમાં સૌથી પ્રથમ ઈ-મેઈલ આપને કર્યો ! આપે પણ મને જે જવાબ તત્ક્ષણ મોકલ્યો તે ઉત્સાહને ઉછાળ આપનાર હતો. આપે મોકલેલા મેઈલમાં આ શબ્દો કંડારેલા હતા : ” I am extremely happy that you and Ramjibhai are both available on Internet. This is a golden day for me..”
આ રોમાંચક અનુભવના સમયમાં મેં આ ક્ષેત્રે પદાર્પણ કર્યું પછી તો ભાષા અને સાહીત્યક્ષેત્રે મારી આવડત અને ગજા પ્રમાણે, યથાશક્તી-યથામતી મેં કાર્ય કર્યું.
વડીલો, મેં જુદાં જુદાં અનેક ક્ષેત્રે કાર્ય ઉપાડ્યું એ તો ઠીક છે પણ સર્જનનાં અલગ અલગ ફોર્મમાં મારી વાત પીરસવાના પ્રયત્નો કર્યા. આમાંનું એક ફોર્મ હતું પત્રો. પત્ર-લેખન મારો ખુબ જ ગમતો વીષય છે. 1967-’68 દરમીયાન ગુજરાત સમાચારના અઠવાડીક ‘શ્રી’ માં મારી સળંગ પત્ર-શ્રેણી “રમાના પત્રો” અને “રમાને પત્રો” લાંબા સમય સુધી ચાલી હતી. અહીં બ્લોગજગતમાં પણ મેં ક્ષમાના પત્રો આરંભ્યા હતા. આજે આપ બંનેને આ વાત જણાવવા રજા લઉં છું….
આ ક્ષમા’ના’ અને ક્ષમા’ને’ પત્રો પછી હવે અનેક વ્યક્તીઓને પત્રો લખવા દ્વારા પત્ર-લેખનનું મારે વીસ્તરણ કરવા મન છે. આજે એટલે જ આ નવો બ્લોગ “પત્રમ્ પુષ્પમ્” આરંભી રહ્યો છું. આજના આ નવા કાર્યને આપ બંનેને અર્પણ કરીને હું કંઈક અવનવીન અનુભવ કરી રહ્યો છું. બ્લોગનું ઉદ્ઘાટન પણ આ પત્ર દ્વારા જ કરીને હું આનંદ-ગૌરવ અનુભવું છું.
મારા બ્લોગજગતનાં સૌ સહયોગીઓ, શુભેચ્છકો, સહકારીઓ અને ટીકાત્મક અભીગમ દ્વારા પણ મને ‘જાગતો’ રાખનારાં સૌ કોઈનો હું ઋણપુર્વક આભાર માનું છું. એ સૌને પણ આ બ્લોગ અને હજી પણ આવી રહેલા બીજા એક ખુબ જ રસીક બ્લોગ, જેનું નામ આજે જ પ્રગટ થવાનું છે એટલું જ નહીં, એ બ્લોગ મારાં ઉપર જણાવ્યાં સૌને અર્પણ કરીને એ બ્લોગ પણ આજે જ ખુલ્લો મુકવાનો છું,ને પણ આપ સૌ સ્વીકારશો એવી અપેક્ષા, પ્રાર્થના છે.
આ ‘પત્રમ્ પુષ્પમ્’ — આપ બંનેની અનુમતી માનીને સૌ સુજ્ઞવાચકોની નીશ્રામાં સાદર !!
આપનો, જુગલકીશોર.
વહાલા જુ.ભાઈ,
સ્વાગત અને દીલી શુભેચ્છાઓ સ્વીકારશો.
અર્પણ પત્ર ખુબ ગમ્યો..બીજાને માન આપનાર જ સાચું માન પામે છે.જાહેરમાં રુણ સ્વીકાર કરી તમે તમારો પરીચય આપી દીધો છે..ગમ્યું.લખતાં રહી સારી સામગ્રી પીરસતા રહેજો.
આદરણીય જુ.કાકા! આમ જ નીતનવી વાનગીઓ પીરસતાં રહો એવી શુભેચ્છા! હાર્દીક અભીનંદન.
વહેવારીક રીતે અભીનંદન ! અંતરથી તો આપી જ દીધા છે.
शुभम् भवतु ।
GOOD WORK AND BEST OF LUCK.
Dear JUGALKISHOR…..FIRST TIME ON THIS SITE…..ENJOYED READING DIFFERENT SECTIONS OF YOUR BLOG….I HAD SEEN SOME OF THE COMMENTS BY YOU ON OTHER BLOGS….SURESHBHAI STARTED THE GUJARATI MAHAJANPARCHAY BLOG & POSTED MY PROFILE..Did you visit that ? HAVE MY BLOG >> CHANDRAPUKAR..& YOU ARE INVITED…
PLEASE visit http://www.mahajanparichay.wordpress.com
http://www.chandrapukar.wprdpress,com
I wish you all the best for your BLOG PATRAM PUSHPAM..DR> CHANDRAVADAN MISTRY LANCASTER CA USA
ભાઈશ્રી , આપનો પરીચય વાંચ્યાંનું યાદ છે. હવે વધુ વીગતે તેની અને આપના બ્લોગની મુલાકાત લઈશ.અને આપનો સંપર્ક પણ કરીશ. સાભાર-સાનંદ, –જુ.